ગુજરાત
News of Wednesday, 25th March 2020

ગુજરાતમાં સોશ્યલ ડિસ્‍ટેન્સિંગની અનોખી પહેલઃ વડોદરામાં દુકાનદાર દ્વારા દુકાનની બહાર ગ્રાહકો માટે વર્તુળ બનાવીને તેમાં ઉભા રહીને ખરીદી કરવા અપીલ

અમદાવાદ: સમગ્ર દુનિયામાં હાલ મહામારી કોરોના વાયરસના પ્રકોપથી બધા પીડિત છે. દુનિયાભરમાં અત્યાર સુધી 18 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આવામાં પીએમ મોદી તરફથી સોશિયલ ડિસ્ટેન્સિંગને પ્રોત્સાહન આપવાનુ અભિયાન શરૂ કરાયુ છે. આવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગની અનોખી પહેલ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. આ તસવીર વડોદરા શહેરની છે. જ્યાં એક દુકાનની બહાર કેટલાક લોકો ઉભેલા દેખાય છે. લોકો એકબીજાથી યોગ્ય અંતર જાળવીને ઉભા છે. સાથે જ જમીન પર કેટલાક વર્તુળ બનાવવામાં આવ્યા છે, જેના પર લોકો ઉભા રહ્યાં છે. લોકો દુકાનમાં જવાનો પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈને ઉભા છે.

વડોદરામાં પોલીસની આ સરાહનીય કામગીરી હાલ રસ્તા પર જોવા મળી રહી છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર્સની દુકાનની બહાર ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. એક મીટરના અંતરમાં ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. આ માધ્યથી વડોદરા પોલીસ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો મતલબ સમજાવી રહી છે. તો બીજી તરફ, લોકોએ પણ પોલીસની આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી છે. હાલ લોકડાઉનને કારણે મેડિકલ સ્ટોર્સની દુકાનોમાં ભીડ વધેલી જોવા મળે છે. જેથી વડોદરા પોલીસે આ અભિગમ અપનાવ્યો છે. લોકો એક મીટરના અંતરે લાઈનમાં ઉભા રહ્યાં છે.

આ ઉપરાંત કચ્છના મુન્દ્રા વિસ્તારનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો એક રિટેલ સ્ટોરની બહાર આવી રીતે ઉભેલા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ભારતમાં વધી રહેલા પ્રકોપને જોતા પીએમ મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ નિયમ હવે લાગુ થઈ ચૂક્યો છે. આ પહેલા જનત કરફ્યૂના દિવસે પીએમએ સોશિયલ ડિસ્ટેન્ટિંગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી.

(4:11 pm IST)