ગુજરાત
News of Wednesday, 25th March 2020

ગ્રામીણ મહિલાઓ તૈયાર કરી રહી છે સવા ત્રણ લાખ માસ્ક

માસ્ક તૈયાર કરી રહેલી સ્વયં સહાયતા સમૂહની મહિલાઓ. મિશન મંગલ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં પ્રશિક્ષિત મહિલાઓ માસ્ક બનાવી રહી છે

ગાંધીનગર, તા. ૨૫ :. કોરોના સામે લડવા માટે ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ મહત્વનુ યોગદાન આપી રહી છે. કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવા ૧૦૩ સ્વયં સેવક સહાયતા જુથોની ૪૬૭ મહિલાઓ ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરી રહી છે.

ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ નીચે મિશન મંગલમ પ્રોગ્રામ હેઠળ રાજ્યના અમરેલી, ભાવનગર, કચ્છ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ જિલ્લાની સિલાઈ કામ જાણતી પ્રશિક્ષિત ગ્રામીણ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાનું કાર્ય ચાલી રહ્યુ છે. આ માસ્ક ગુજરાતની પ્રજાને રાહત દરે ઉપલબ્ધ બનાવવામા આવશે. સાથોસાથ મહિલાઓને આજીવિકા પણ મળશે.

(3:23 pm IST)