ગુજરાત
News of Wednesday, 25th March 2020

ગુજરાતમાં વધુ છ કેસ કોરોના પોઝિટિવ : કુલ 36 કોરોના કેસ

9 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવા પડયા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે. સોમવારની સાંજથી મંગળવારની સાંજ વચ્ચેના ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોના વાઈરસના વધુ છ કેસ નોંધાતાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા 30થી વધીને 36 પર પહોંચી છે.

આ પૈકી 9 દર્દીઓને અલગ અલગ હોસ્પિટલોમાં વેન્ટિલેટર પર રાખવા પડયા હોવાનું આરોગ્ય કમિશનર જ્યંતિ રવિએ જણાવ્યું હતું. ગુજરાતમાં કોરોનાવાયરસના કારણે સુરતના એક વૃધ્ધનું મોત નિપજ્યું હતું. ગુજરાતમાં નવા ઉમેરાયેલા પાંચ કેસોમાં બે કેસ સરાજકોટના છે જ્યારે બે કેસ ગાંધીનગરના અને એક કેસ સુરતનો અને એક કેસ વડોદરાનો છે.

ગુજરાતનાં કોરોનાવાયરસના ચેપના જિલ્લાવાર આંકડા પ્રમાણે જોઈએ તો અણદાવાદ જિલ્લામાં સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 6, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, કચ્છમાં 1 કેસ નોંધાયા છે.

(10:34 am IST)