ગુજરાત
News of Wednesday, 25th March 2020

રાજપીપળા સહિતના નર્મદાના તમામ પ્રવેશ દ્વાર પર પોલીસ કાફલો:કારણ વગર અંદર પ્રવેશ નહિ

લોકડાઉન: સાચું કારણ જણાય તો માસ્ક કે રૂમાલ મોઢા પર બાંધી લોકહીત માટે પ્રવેશ :ટાઉન PI,PSI સહિતના જવાનો તૈનાત:કોરોના લોકહીત: લોકોને આ મહામારીમાંથી બચાવવા પોલીસ ટિમો ખડે પગે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ અને ના.પોલીસ વડા રાજેશ પરમારની સૂચના મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદામાં પોલીસ ટિમો ખડે પગે રહી લોકડાઉન નું પાલન કરી રહી છે,લોકોના હિત માટે જરૂરી કામગીરીમાં લોકોએ પણ પૂરતો સહકાર આપવો પડશે.

 પોલીસ પ્રજાના રક્ષણ માટે તો છે જ પરંતુ કોરોના જેવી મહામારીના સમયે પોતાની પરવાહન કરી નર્મદા પોલીસ હાલમાં પ્રજાની ફિકરમાં લાગી હોય પ્રજાના મિત્ર તરીકે માસ્ક બાંધવું, કામ વગર બહાર ન જવું જેવી બાબતો સમજાવી મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે એ લોકડાઉન સમયે જોવા મળ્યું ત્યારે આપણી પણ ફરજ બને છેકે પોલીસ કામગીરીમાં પુરતો સહકાર આપવો જોઇએ.

 નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે આ બાબતે જણાવ્યું કે ગત રાત્રિથી ગુજરાતમાં lockdown કરવામાં આવ્યું છે જે સંદર્ભે નર્મદા જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફેલાવનાર સામે પોલિસ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.જેથી તમામ લોકોને અપીલ પણ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવવા નહીં અને સરકારી તંત્રને સહકાર આપો.

(9:27 pm IST)