ગુજરાત
News of Wednesday, 25th March 2020

કેવડિયા કોલોનીની ૧૭ વર્ષીય બાળકીને બદનામ કરતા એસિડ ગટગટાવી આત્મહત્યાની કોશિશ: યુવાન વિરુદ્ધ ફરિયાદ

આમદલા ગામના યુવાને પ્રેમ સંબધ રાખવા ધમકી આપી સમાજમા બદનામ કરવા બાળકીના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરતા આ પગલું ભર્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ઝેર ગામે કેવડિયા કોલોનીની ૧૭ વર્ષીય બાળકીને નજીકના ગામના યુવાને બદનામ કરતા એસિડ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરતા યુવાન વિરુદ્ધ ફરિયાદ થઈ છે.

 

પ્રાપ્ત માહીતી અનુસાર કેવડિયા કોલોનીમાં રહેતી ૧૭ વર્ષીય સગીર વયની બાળકીનો નજીકના આમદલા ગામનો કુલદીપ સુમનભાઇ તડવી અવાર નવાર પીછો કરી હેરાન કરી તેની સાથે પ્રેમ સંબધ રાખવા માટે ધમકી આપી તેણીને સમાજમા બદનામ કરવા સગીરાના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરી તેને સમાજમા બદનામ કરતા સગીરા એ ઇજ્જત જવાના કારણે પોતાના ઘરે એસીડ પી આત્મહત્યા કરવાની કોશીશ કરતા કુલદીપ તડવી વિરુદ્ધ સગીરાના પિતા એ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

(9:29 pm IST)