ગુજરાત
News of Thursday, 13th February 2020

રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંદીવાન ભાઇઓ માટે ગ્રામીણ સ્વરોજગારી તાલીમ

તમામ કેદીઓને તાલીમ લીધાના પ્રમાણ પત્રો પણ આપવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જેલમાં કેદીઓ કોઈને કોઈ ગુનામાં સજા ભોગવી રહ્યા છે એમની ભૂલના કારણે આજે તેઓ જેલ માં હોય જયારે કેટલાક નો કેશ ચાલતો હશે પરંતુ આવા તમામ બંદીવાન ભાઈઓ બહાર જાય તો તેમને રોજગારી શોધવી ના પડે એ માટે જેલમાં ગ્રામીણ સ્વરોજગારી તાલીમ આપવામાં આવી તમામ કેદીઓને તાલીમ લીધાના પ્રમાણ પત્રો પણ આપવામાં આવ્યા હતા.

  રાજપીપળા જીલ્લા જેલ ખાતે કેદી બંદીવાન ભાઇઓ માટે ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થાન, (Rural self Employment Training Institutes) રાજપીપળા અંતર્ગત વિવિધ તાલીમ તબક્કાવાર યોજવામાં આવેલ છે. જે પૈકી 6 જાન્યુઆરી થી 15 જાન્યુ આરી સુધી ડેરી ફામીંગ અને વર્મીક પોષ્ટની તાલીમ આપવામાં આવી જેના ભાગરૂપે 29 જેટલા કેદી બંદી વાનોને સંસ્થા મારફતે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ફોર RSET ના ડાયરેકટર  હરેશ જોષી, સ્વરોજગારી તાલીમ સંસ્થાન રાજપીપળાના નિયામક સતિષભાઇ ગોહિલ,પી.એન. બારોટ સાથે સંસ્થાના અન્ય સ્ટાફ તથા જેલ અધિક્ષક એમ.એલ.ગમારા હાજર રહ્યા હતા. આ સંસ્થા દ્વારા બંદીવાનોને ટ્રેનીંગ આપ્યા બાદ સમાજમાં પુન:સ્થાપન કરવા માટે જેલ માંથી મુકત થયા બાદ બે વર્ષ સુઘી રોજગારી મળી કે નહિ તેની દેખભાળ રખાશે.અને આ બંદીવાન જેલ માંથી મુકત થયા બાદ પોતે પોતાના પગભર થાય તે માટે તેને બેંક માંથી લોન લેવા માટેના દસ્તાવેજ અને કઈ રીતે લોન મળે તે બાબતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

(8:55 pm IST)