News of Thursday, 13th February 2020
વડોદરાના છાણી વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પોલીસે વાહનમાંથી ગન સહીત ચાર કારતુસ ઝડપી પાડ્યા
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાથી ગઈરાતે પોલીસે નશામા ધૂત કારચાલકને ઝડપી પાડયો હતો.
છાણી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે રામાકાકાની ડેરી પાસે પૂરઝડપે અને વાંકી ચૂકી કાર હંકારતા કારચાલકને આંતરી તપાસ કરતા કારચાલક નશામા ચૂર જણાય આવ્યો હતો.
પોલીસ પૂછપરછમા તેનુ નામ સુમિત દીપકભાઈ વિશ્વાસ (રહે.શ્રવણ ગ્રીન સોસાયટી,સમા-સાવલી રોડ મૂળ રહે જાદવ પાર્ક ન્યુ સમારોડ) હોવાનું ખુલ્યુ હતુ. કારમાથી એર ગન અને 4 કારતૂસ મળી આવતા પોલીસે કારચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે.
(5:53 pm IST)