ગાંધીનગર: મેદરા નજીક પોલીસે વિદેશી દારૂની થતી હેરાફેરીને અટકાવવા તપાસ હાથ ધરી: કારમાંથી 994 લીટર દારૂનો જથ્થો ઝડપાયો
ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવા પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે ચિલોડા-નરોડા હાઈવે ઉપર મેદરા પાસેથી મોપેડ સવાર શખ્સને ઝડપી પાડયા બાદ દેશી દારૂ ભરેલી કાર પણ પકડી હતી અને તેમાંથી ૯૯૪ લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. બે શખ્સોને ઝડપી પાડી ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને આ દારૂ નરોડા ખાતે લઈ જવાનો હોવાનું બહાર આવ્યું હતું.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે કડક પગલાં ભરવા એલસીબીની ટીમને તાકીદ કરી હતી જેના અનુસંધાને એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ દિશામાં કાર્યરત રહેવા માટે તાકીદ કરી હતી.