News of Monday, 2nd December 2019
અમદાવાદ શહેર પોલીસે ચાંદખેડાથી ટ્રકમાં વસ્તુની આડમાં છુપાવીને લઇ જવાતો દારૂનો 360 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ:શહેર ડીસીપી ઝોન-૨ ધમેન્દ્ર શર્માની સ્ક્વોર્ડની ટીમે ચોક્કસ બાતમી આધારે ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ સર્કલ પર વોચમાં હતી તે સમયે ચાંદખેડા સર્વિસ રોડ પરથી પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રકને પકડી હતી અને તેમાં ચેકીેગ કરતા ટ્રકમાં ગવાર ભુસા તથા શણના કોથળા હતા આ કોથળાની આડમાં વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.
જેમાં ભારતીય બનાવટના દારૃની રૃા. એક લાખ આઠ હજારની કિંમતની કુલ ૩૬૦ દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના જોધપુર તાલુકાના સુરસાગર ગામના ગૌતમ ઉર્ફે ગોરુ ભીગારથ સાખીની ધરપકડક કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને અમદાવાદમાં કોને દારૃનો જથ્થો આપવામાં આવવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરવાામાં આવી રહી છે.
(6:00 pm IST)