ગુજરાત
News of Monday, 2nd December 2019

સગીરા સાથે દુષ્કર્મ મામલે મહિલા આયોગની ટીમ વડોદરામાં : પીડિતા સાથે કરી મુલાકાત

મહિલા આયોગ અધ્યક્ષે કહ્યું આ પ્રશ્ન પોલીસ વિભાગનો છે

વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ મામલે મહિલા આયોગની ટીમે પીડિતા સાથે મુલાકાત કરી છે. મહિલા આયોગની ટીમ દ્વારા પીડિતાને ન્યાય અપાવવા આશ્વાસન આપવામાં આવ્યું છે. જો કે મહિલા આયોગના અધ્યક્ષ લીલા અંકોલિયાએ દુષ્કર્મની ઘટનાઓના પ્રશ્નો ટાળ્યા છે. મહિલા આયોગ અધ્યક્ષે કહ્યું આ પ્રશ્ન પોલીસ વિભાગનો છે.

   મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ જણાવ્યું છે કે મહિલા સુરક્ષામાં બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. મહિલાઓની સુરક્ષા મુદ્દે આયોગ ચિંતિત છે. જેમાં મહિલા આયોગના અધ્યક્ષે કહ્યું કે મોટા ભાગે પરિવારજનો જ મહિલાઓનું શોષણ કરે છે. આવા બનાવોને રોકવા માટે સમાજે જ આગળ આવવું પડશે. તેમણે કહ્યું કે પુરુષોની વિચલિત માનસિકતાનો મહિલાઓ ભાગ બને છે.

   વડોદરાના નવલખી મેદાન ખાતે સગીરા સાથે દુષ્કર્મ મામલો સામે આવ્યો હતો. જો કે ત્રણ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પોલીસે અત્યાર સુધી 150 શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ કરી છે. આરોપીઓ ન પકાડાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    રાજ્યમાં દીકરીઓની સુરક્ષાને લઈને મહિલા આયોગ દ્વારા કવચ કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું છે. દીકરીઓને સજાગ કરવા માટે મહિલા આયોગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. ત્યારે હવે આ મામલે મહિલા આયોગના અધ્યશ્ર લીલાબેન આકોલિયાએ નિવેદન આપ્યુ છે કે, રાજ્યભરમાં કવચ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે

(1:25 pm IST)