ગુજરાત
News of Tuesday, 13th August 2019

પાલનપુર ક્રાઇમ બ્રાંચે દિયોદરથી નવ બાઈક્ સાથે ચાર બાઇકચોરોને ઝડપ્યા

 

જીલ્લા પોલીસ વડાની સુચના મુજબ જીલ્લામાં બનતા વાહનચોરી, મિલકત સંબધીત, ગુનાઓ અટકાવવા બાબતે પાલનપુર ક્રાઈમબ્રાન્ચની ટીમ દ્વારા દીઓદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં  પેટ્રોલીંગમાં દરમ્યાન મળેલ બાતમીના આધારે કાન્તીજી છગનજી (રહે.રાણકપુર) વનરાજજી અશોકજી ઠાકોર (રહે.જાપટપુરા, તા.કાંકરેજ) કિરણભાઈ કરશનભાઈ રાજપુત (રહે.લવાણા તા.લાખણી) રમેશભાઈ રામસુંગભાઈ જાષી (રહે.શીરવાડા)ને ઝડપી તેઓ પુછપરછ દરમ્યાન બાઈકો ચોરીના ગુના કબુલતાં તેમની પાસેથી જેટલાં ચોરીના બાઈકો કબજે લીધેલ છે. જેની અંદાજીત કિંમત ,૩૦, ૦૦૦ જેટલી થાય છે. જે મુદામાલ સાથે કબજે કરી ચારે આરોપી વિરૂધ દિઓદર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવા જણાવેલ છે.

(12:29 am IST)