News of Tuesday, 13th August 2019
પદ્મશ્રી ડો. તેજસ પટેલ, સુધીર શાહ સહિત 35 ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન સહિતના ભાજપમાં આવકાર્યા
ગાંધીનગરઃ વિવિધ ક્ષેત્રના પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાવા લાગ્યા છે તાજેતરમાં કલાકારો ભાજપમાં જોડાયા હતા.બાદ હવે મેડિકલ ક્ષેત્રના પ્રસિદ્ધ ડોક્ટરો ગુજરાત ભાજપમાં જોડાયા છે. સંગઠન પર્વ અંતર્ગત કલાકારો બાદ ડોક્ટરો ભાજપમા જોડાયા છે. જેમાં પદ્મશ્રી મેળવેલા બે ડોક્ટરો સહિત 30થી વધારે ડોક્ટરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખે ડો તેજશ શાહ, ડો સુધીર શાહ ડો અનિલ જૈન, ડો કૌસ્તુભ પટેલ, ડોક્ટર નાગપાલ, ડો અતુલ મુનશી, ડો અનિરુધ શાહ સહિત 30થી વધારે ડોક્ટરોને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. અન્ય ડોક્ટરોની વાત કરીએ તો ડો સપન પંડ્યા, ડો હેમંત પટેલ, ડો ભરત પટેલ, ડો રક્ષીત, ડો જય કોઠારી, ડો જગદીપ શાહે ભગવો ધારણ કર્યો છે
(10:23 pm IST)