ગુજરાત
News of Tuesday, 13th August 2019

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશમાં શું કહ્યું

તમામ વિષય પર વિસ્તારપૂર્વક વાત કરી

અમદાવાદ, તા. ૧૩ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭૩માં આઝાદી પર્વે ગુજરાતના સૌ નાગિરક ભાઈ બહેનોને આહવાન કર્યું છે કે, નયા ભારતના પ્રધાનમંત્રી સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. આ માટે તેમણે ગુજરાતીઓના શક્તિ સામર્થ્યથી શાનદાર જાનદાર ગુજરાત બનાવવાનો કોલ આપ્યો છે. મુખ્યમંત્રીે એક ૌર સૂર્ય ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈનો મંત્ર આપતા સૌને દેશ માટે જીવી જાણવા, કણ-કણ-કણ ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કરવા પ્રેરણા આપી છે.

*   નયા ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવા માટે તૈયાર છે

*   ગુજરાતીઓના શક્તિ સામર્થ્યથી શાનદાર જનાદાર ગુજરાત બનાવવાનો કોલ

*   કણ-કણ, ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કરવાની જરૂ

*   વર્ષોના અવિરત સંઘર્ષ બાદ મહામૂલી આઝાદી મળી હતી જેને સન્માનપૂર્વક જાળવવાની જરૂ

*   કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી મોટી સિદ્ધિ સમાન છે

*   પ્રજાતંત્રમાં પ્રજા સર્વોપરી હોય છે

*   ત્રણ વર્ષના સેવાના કાળમાં ૬૦૦થી વધુ નિર્ણયો કરવામાં આવ્યા છે

*   એક પળ પણ આરામ કર્યા વગર દિનરાત પ્રજાકલ્યાણના કામો કરવામાં આવ્યા છે

*   બેટીને જન્મથી વધાવવા વ્હાલી દિકરી યોજના શરૂ કરવામાં આવી છે

*   કરૂણા અભિયાનને એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને પણ સેવા આપવામાં આવી છે

*   માતા-બહેનો, દિકરીઓની સલામતી સુરક્ષા માટે વિવિધ પગલા લેવાયા છે

*   દારુબંધીને કડક કરીને બહેનોનું જે અપમાન થતું હતું તેને બંધ કરવામાં આવ્યું છે

*   ગૌવંશ હત્યાઓ માટે અમે કોઇ દયા દાખવવા માંગતા નથી

*   કાયદો અને વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાના નેટવર્ક, ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

*   નિર્ણયો પણ ઝડપથી થઇ રહ્યા છે જેથી વિકાસની ગતિ તીવ્ર બની છે

*   આર્થિક રીતે પછાત લોકોને શિક્ષણ, રોજગારમાં ૧૦ ટકા અનામત અપાયું છે

*   ખેડૂતો માટે ખેડૂતોને વ્યાજના ખપ્પરમાંથી દૂર કરવા ઝીરો ટકા વ્યાજથી ધિરાણ અપાયું છે

*   કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસ કરાયા છે

*   પર્યાવરણની ચિંતા કરીને શૌર ઉર્જાને મહત્વ અપાયું છે

*   ગુજરાતમાં પુરતો વરસાદ અને પાણીની વ્યવસ્થા થઇ છે જેથી દુકાળ ભૂતકાળ બન્યો છે

*   નળથી જળ તકનો સંકલ્પ ૨૦૨૨ સુધી પૂર્ણ કરવો છે

*   વડાપ્રધાને જે સંકલ્પો કર્યા છે તેમાં ગુજરાત લીડ લેવા માટે તૈયાર છે

(8:32 pm IST)