નડિયાદ પશ્ચિમમાં જુદા જુદા વિસ્તારમાંથી પોલીસે 6 શકુનિઓની રંગે હાથે ધરપકડ કરી
નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી મંદિરની બાજુની ખુલ્લી જગ્યામાં નડિયાદ પશ્ચિમ ં પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં મોહનભાઈ સોમાજી મારવાડી અને રાજ દેવાજી મારવાડીને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. તેઓની અંગજડતીમાંથી ૩૧૦૦ તેમજ દાવ પરથી રૂ.૭૦૦ મળી કુલ ૩૮૦૦ની રોકડ મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી પકડાયેલા બંને જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કપડવંજમાં ડાકોર ચોકડી પર આવેલ ઈસ્લામપુરા વિસ્તારમાં વરંડાની ઓથે ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગારધામ પર કપડવંજ ટાઉન પોલીસની ટીમે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં ચાર જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં આશીફખાન ઐયુબખાન પઠાણ, સાબીરભાઈ સત્તારભાઈ ચૌહાણ, સિરાજખાન હબીબખાન પઠાણ, અને સઈદહુસેન મહંમદહુસેન ચૌહાણનો સમાવેશ થાય છે.