ગુજરાત
News of Tuesday, 13th August 2019

મહેસાણાના વિસનગર રોડ પર મસાજના નામે ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપી પોલીસે 2 વિદેશી યુવતીઓની ધરપકડ કરી

મહેસાણા: શહેરના વિસનગર રોડ પર આવેલ ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં છેલ્લા ઘણા સમયથી મસાજના નામે દેહ વ્યાપારનો ધંધોચાલતો હતો. તેવી બાતમી મહેસાણાના મહિલા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી હતી. જેથી તેમણે ડમી ગ્રાહક મોકલી રેડ પાડી હતી. આ રેડમાં સ્પાનો મેનેજર તેમજ બે થાઈલેન્ડની યુવતિઓ ઝડપાઈ હતી. સ્પાના નામે અહી દેહવિક્રયનો ધંધાની આશંકાના પગલે રેડ કરવામાં આવી હતી. જેમાં સ્પાનો મુખ્ય સંચાલક માલારામ જાલારામ ઉર્ફે રાજુ દેસાઈ ફરાર છે.

મહેસાણાના વિસનગર રોડ પર ધ ગ્રાન્ડ થાઈ સ્પા આવેલ છે. આ સ્પામાં ગોરખધંધો ચાલતો હોવાની રાડ ઉઠી હતી. જે પગલે મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાને મળેલ રજૂઆત આધારે નાયબ પોલીસ અધિક્ષકની ટીમે સાંજે ઉક્ત સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. પોલીસની રેડને પગલે સ્પામાં દોડધામ મચી હતી. પોલીસે આ સ્પામાંથી થાઈલેન્ડની બે યુવતીઓની અટકાયત કરી હતી. ઉપરાંત સ્પાના મેનેજર જીજ્ઞોશ નાયક નામના શખસની પણ પોલીસે અટકાયત કરી હતી. જોકે આ સ્પાનો સંચાલક માલારામ જાલારામ ઉર્ફે રાજુ દેસાઈ નામનો શખસ ફરાર થઈ જતા તેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(6:10 pm IST)