ગુજરાત
News of Tuesday, 13th August 2019

સુરત નજીક દક્ષિણ ગુજરાતમાં જીઆઈડીસીમાં નશીલી દવાનું ઉત્પાદન હોવાનું બહાર આવતા ચકચાર

સુરત:દેશના અન્ય રાજયોની સરખામણીમાં સલામત ગણાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનો બેનંબરી ધંધો બંધ બારણે ફુલીફાલી રહ્યો છે. બંધ બારણે ધમધમી રહેલા નશીલા પદાર્થના આ ધંધો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલી જીઆઇડીસીઓમાં છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી ફેકટરીઓમાં નશીલી દવાનું ઉત્પાદનનું કેન્દ્ર બન્યા હોવાની ચોંકાવનારી હક્કીતો બહાર આવી છે.

ગત સપ્તાહમાં શહેર ક્રાઇમ બ્રાંચે વરિયાવમાંથી એમ. ડી ડ્રગ્સ ઝડપી પાડી તેના પેડલર મોહમંદ બિલાલ ઉર્ફે બિલાલ બિડીનુરજહાં ઉર્ફે નુરી ઉર્ફે મસ્તાની અને ઇબ્રાહીમ ઉર્ફે રઉફ ટકલો સૈયદને ઝડપી પાડયા હતા. આ ત્રણેયની પુછપરછમાં મુંબઇમાં રહેતા નાઇજીરીયને ડ્રગ્સનો જથ્થો આપ્યો હોવાની કબુલાત કરી છે. જો કે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ સપ્લાય કરવામાં નાઇજીરીયનની સંડોવણી છે પરંતુ જે જથ્થો સપ્લાય કરવામાં આવ્યો તે વલસાડ વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો.

(6:45 pm IST)