ગુજરાત
News of Tuesday, 13th August 2019

ધાનેરા પંથકમાં શાળાએ જવા જીવના જોખમે મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબુર

ઘેટાં-બકરાની જેમ વાહનમાં બેસવા સાથે બહાર લટકીને પણ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ

ધાનેરા પંથકમાં શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે તાલુકાના અંતરિયાળ ગામડાઓ માંથી તાલુકા શહેરમાં આવતાં શાળાના બાળકોને સમયસર સ્કુલે જવા આવવા બસોના મુકાતાં વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરે છે .

  અત્રે ઉલ્લેખનીય છે કે જે ગામડાઓમાં પહેલાં બસો જતી હતી એ બસોના રૂટો પણ અત્યારે બંધ કરી દેવાયા છે જેથી વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવવા જવા પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.ધાનેરામા બાળકોની જોખમી મુસાફરીના દ્રશ્યો રોજિંદા બની ગયાં છે. ખાનગી વાહન ચાલકો પણ વિદ્યાર્થીઓની મજુબૂરીનો લાભ લઈ ઘેટાં બકરાની જેમ બેસાડી રહ્યા છે. અને વાહનની બહાર લટકતી હાલતમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરે છે

(12:56 pm IST)