ગુજરાત
News of Tuesday, 13th August 2019

પ્રદેશ ભાજપ ચૂંટણી અધિકારી તરીકે બ્રહ્મભટ્ટઃ સહઅધિકારી કુંડારિયા

અમદાવાદ તા. ૧૩ : પ્રદેશ ભાજપા મીડીયા વિભાગની યાદી જણાવે છે કે, હાલ સમગ્ર દેશમાં ભાજપાના ''સંગઠન પર્વ''અંતર્ગત સદસ્યતા વૃદ્ધિ અભિયાન ચાલી રહ્યું છે આ સદસ્યતા વૃદ્ધિ અભિયાન પૂર્ણ થયા બાદ સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવામાં આવશે તથા સંગઠનની સંસ્થાઓ હાથ ધરવામાં આવશે.

જે અંતર્ગત ભાજપાના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી રાધામોહનસિંહજી દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપા માટે પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ તથા સહ ચૂંટણી અધિકારી તરીકે પૂર્વે મંત્રી અને સાંસદ મોહનભાઇ કુંડારીયાની નિમણુંક કરવામાં આવી છે.

(11:45 am IST)