ગુજરાત
News of Tuesday, 13th August 2019

અમદાવાદમાં પુત્રએ માતાને માર મારીઘર સાથે સળગાવી દેવાની દીધી ધમકી

પિતા ગભરાઈને ઘરની બહાર નીકળ્યાને પુત્રએ માતાને લાતો મારી

અમદાવાદઃ અમદાવાદમાં પુત્રએ માતાને માર મારીને ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપતા માતા પિતાએ શહેર કોટડામાં પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે
   આ અંગે મળતી વિગત મુજબ સૈજપુર બોઘામાં આવેલી જયરઘુવીર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય બબીબહેન રાઠોડ પતિ અને પુત્ર જગજીવન તથા મહેન્દ્ર સાથે રહે છે ત્રીજો પુત્ર નિકુલ રાઠોડ કૃષ્ણનગરમાં પત્ની બાળકો સાથે રહે છે. જ્યારે મોટો પુત્ર અનિલ સ્ટાર્ચ પાસે રહે છે. રવિવારે નિકુલ તેના માતા પિતાના ઘરે ગયો હતો. જે બાદ તેના પિતા ગભરાઇ ગયા હતા. પિતા ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા. પિતા અને ભાઇ પોલીસ ફરિયાદ કરવા પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે નિકુલે તેની માતાને માર મારી, લાતો મારી ઘર સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી.
   શહેર કોટડા પોલીસે આ અંગે માર મારવાની નિકુલ રાઠોડ સામે ફરિયાદ નોંધી પાસ હાથ ધરી છે. આરોપી નિકુલે અગાઉ પણ તેના પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ પણ તેના પરિવાર દ્વારા કરાયો હતો

(11:30 am IST)