News of Tuesday, 13th August 2019
આધુનિક યુગમાં રક્ષાબંધનમાં ટેક્નોલોજીનો ઉપયોગ ઓનલાઇન ખરીદી અને વીડિયો કોલિંગથી પસંદગી
અમદાવાદ : આધુનિક ટેક્નોલોજીના યુગમાં મોટા ભાગના કામોમાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે.ત્યારે હવે રક્ષાબંધનમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.ઓનલાઇન રાખડી મંગાવવામાં આવી રહી છે.વીડિયો કોલીંગ કરીને રાખડી પસંદ કરવામાં આવી રહી છે.
રાખડીને લઇને બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.બજારોમાં રાખડી ખરીદવા માટે બહેનો ઉમટી પડી છે.રાખડીની બજારો ફૂલેફાલે છે.
ભાવનગર, રાજકોટ, બરોડા અને મુંબઈથી રાખડીઓ મંગાવવામાં આવી છે.
(12:27 am IST)