ગુજરાત
News of Tuesday, 13th August 2019

ખેરગામમાં સીએનજી ગેસ પુરાવતી વેળાએ અચાનક કારમાં પ્રચંડ બ્લાસ્ટ

સીએનજી કીટ ફિટ કરાવ્યાના બીજા દિવસે બ્લાસ્ટ :કારનું ઉપરનું પતરું ઉડ્યું ;પમ્પની છતને નુકશાન

નવસારી:સીએનજી કિટવાળી એક કારમાં બ્લાસ્ટ થયાની ઘટના બની છે  નવસારી અને ચીખલી નજીક આવેલાં ખેરગામનો આ બનાવ છે. પેટ્રોલ પમ્પ પર સીએનજી ગેસ પૂરાવતી વખતે કારમાં બ્લાસ્ટ થયો હતો આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થઈ નથી.

  અંગેની વિગત મુજબ ખેરગામમાં ઈન્ડિયન ઓઈલના સીએનજી પમ્પ પર મારૂતિ અલ્ટો કાર ગેસ ભરાવવા  આવી હતી. ગેસ પૂરાતો હતો તે સમયે જ અચાનક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો  બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે બ્લાસ્ટ બાદ કારનું ઉપરનું પતરું ઉડી ગયું હતું. એનજી પમ્પ ઉપરની છતને પણ નુકસાન પહોંચ્યું હતું
પ્રાથમિક માહિતી પ્રમાણે કારમાં એક દિવસ પહેલાં જ સીએનજી કિટ ફિટ કરાવવામાં આવી હતી. ત્યારે હવે તપાસનો વિષય છે કે, કારમાં બ્લાસ્ટ કેવી રીતે થયો.

(12:04 am IST)