News of Tuesday, 13th August 2019
ઉમરગામ તાલુકાના હુમારણની વારોલી નદીના પ્રવાહમા યુવક તણાયો;શોધખોળ શરૂ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના હુમારણ ખાતે વારોલી નદીના પ્રવાહમા યુવક તણાયો છે. ફાયર ફાઇટરની ટીમે યુવકને શોધવાની કવાયત હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ યુવકના નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જવાની ઘટનાને લઇને આક્રંદ ફેલાયો છે. પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
(7:58 pm IST)