ગુજરાત
News of Tuesday, 13th August 2019

કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩પ એ કલમ નાબુદ કર્યા બાદ આતંકવાદી હુમલાની દહેશતઃ સોમનાથ અને અંબાજી મંદિરે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત

સોમનાથ તા. ૧ર : કાશ્મીરમાં ૩૭૦ અને ૩પ એ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષાા સાબદી કરાઇ છે શ્રાવણ માસને લઇ સોમનાથ મંદિર ખાતે ભાવિકોની ધસારો જોવા મળ્યો છે ત્યાર મંદિર ખાતે રપ૦ થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છ.ે

જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઇ શકે છ.ે આતંી હુમલાની દહેશતને લઇ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છ.ે ભારત સામે આતંક ફેલાવા આઇએસઆઇ અને જૈશ-એ-મોહંમદ એક થયુંછે જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી ત્યારે આતંકીઓના હિટ લિસ્ટમાં રહેલ દેશના જ્યોતિંલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સાબદી કરાઇ છે.

મંદિરમાં ૧ ડીવાયએસપી, ૩ પીઆઇ, ૬ પીએસઆઇ, ૧૦ર પોલીસ ૯પ જીઆરડી, ર બીડીએસ, ર ડોગસ્કોડ, ૧ એસઆરીપ કંપની ગોઠવી દેવામાં આવી છ.ે મંદિર બહાર પુરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.મંદિરની બહાર સ્થાનિક પોલીસ એસઆરપી તથા ઘોડેસવાર પોલીસ પણ તૈનાત કરાયા છ.ે સોમનાથ મંદિરની સુરક્ષા અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું શ્રદ્ધાળુઓને કોઇ અગવડતા ના પડે તેની તકેદારી સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છ.ે

યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ સુરક્ષા સઘન કરી દેવાઇ છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છ.ેજ્યાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છ.ેત્યારે કોઇ અસામાજિક તત્વો પગ પેસારો કરી ન જાય કે કોઇ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા છ.ે મંદિર પરિસરમા પ નવા મોરચા બનાવમાં આવ્યા છ.ે જયાં બીડીડીએસ સહિત QRT ટીમો સઘન તપાસ કામગીરી કરી રહી છે.

(5:59 pm IST)