પૈસાની બાબતે થયેલ તકરારમાં માતા-પુત્રની હત્યા કરનાર આરોપીના રિમાન્ડ પુરા થતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
કપડવંજ:માં પૈસાની બાબતે થયેલી માતા-પુત્રની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ પુરા થતાં જ તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસે હત્યા વખતે પહેરેલા કપડાં પોલીસે જપ્ત કર્યાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કપડવંજ રેલવે સ્ટેશન રોડ પર ગોકળ દાસની ચાલીમાં શ્યામભાઈ બંશીભાઈ સામંતાણી (ઉં.વ ૪૫) પરિવાર સાથે રહે છે. તેમની મીના બજારમાં કુબેરજી ચોકડી પાસે સત્યમ એગ્રો સર્વિસ નામની ખાતરની દુકાન આવેલી છે. તેમના મકાનમાં ગત તા.૩-૭-૧૯ ના રોજ બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ઘરમાં ઘુસી જઇ હાજર પરિવારના સભ્યો પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો. જે હુમલા દરમ્યાન ઘરમાં હાજર ચંદ્રિકાબેન બંસીલાલ સામંતાણી તેમજ તેમના પુત્ર શ્યામભાઇ સામંતાણીને ગંભીર ઇજાઓ થતા બંને માતા-પુત્રના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઇ ગયા હતા.