ગુજરાત
News of Wednesday, 15th May 2019

પશ્ચિમ બંગાળ હિંસાના ગુજરાતમાં પડઘા :અમદાવાદના લાલ દરવાજા પાસે પ્રદેશ ભાજપ દ્વારા કાળીપટ્ટી પહેરી વિરોધ કરાયો

ભાજપ દ્વારા 2 કલાકના ધરણા : ધારાસભ્યો સાથે કાર્યકર્તાઓ અને મેયર પણ જોડાયા

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો વેળાએ થયેલી હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા છે અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાજપના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

  પશ્ચિમ બંગાળમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ  શાહના રોડ શો દરમિયાન બંગાળમાં TMC અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં આગ ચંપીના બનાવો પણ બન્યા હતા. જેના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે. આ ઘટના બાદ કર્ણાવતી મહાનગર ખાતે ભાજપ દ્વારા 2 કલાકના ધરણા પણ કરવામાં આવ્યા હતા. ધરણામાં અમદાવાદના ધારાસભ્યો સાથે કાર્યકર્તાઓ અને મેયરે પણ હાજરી આપી વિરોધ નોંધાવ્યો હતો.

(9:42 pm IST)