ગુજરાત
News of Wednesday, 15th May 2019

સુરતના સરથાણામાં બસ સામે આવી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવક ઈજાગ્રસ્ત: સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

સુરત:સરથાણામાં ગત રાતે યુવાન એસ.ટી બસની અડફેટે આવતા ઇજા થઇ હતી. જોકે પોલીસ તપાસમાં  યુવાને બસ સામે  કુદીને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હોવાની શકયતા બહાર આવી છે. ઇજાગ્રસ્ત યુવકને  સારવાર માટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમદાવાદમાં રહેતા ૩૯ વષીૅય કમલેશભાઇ રામણીકભાઇ ખીંચડીયા ગત રાતે સુરતમાં કતારગામમાં ગોપીનાથ સાસાયટી પાસે રહેતા તેના પિતાને મળવા માટે  નીકળ્યા હતા. દરમિયાન ગત રાતે સરથાણામાં ડી માર્ટ પાસે રોડ પર એેસ.ટી બસે તેને ટકકર મારી હતી. જેમાં તેમને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. 

(5:38 pm IST)