ગુજરાત
News of Wednesday, 15th May 2019

ગુજરાત સહિત દેશના ચાર રાજ્યોની સરહદે એર ડિફેન્સ યુનિટ કરાશે તહેનાત

ગુપ્તચર એજન્સીના ઇનપુટ અને સેનાના ઇન્ટરનલ રીવ્યુ બાદ લેવાયો નિર્ણંય

નવી દિલ્હી :ગુજરાત સહીત દેશના ચાર રાજ્યોની સરહદે એર ડિફેન્સ યુનિટ તૈનાત કરાશે ગુપ્તચર એજન્સીના ઇનપુર અને સેનાના ઇન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ આ નિર્ણ્ય કર્યો છે પાકિસ્તાન તરફથી થતા હવાઇ હુમલાને ધ્યાને લઇને આ નિર્ણ્ય કર્યો છે સેનાએ આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનના દરેક હવાઇ હુમલાને નિષ્ફળ કરવામાં સક્ષમ છે.

    આર્મીના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે પાકિસ્તાની બોર્ડરની ઘેરાબંદી કરવા અનેક સૈન્ય ટુકડી અને એક ડિફેન્સ યુનિટને તહેનાત કરવામાં આવશે. જાણકારી પ્રમાણે આ ડિફેન્સ સિસ્ટમને બોર્ડરની નજીક લઇ જવાથી દુશ્મન તરફથી થતા કોઇપણ હવાઇ હુમલાને રોકી શકાશે.

   આ ડિફેન્સ સિસ્ટમ જમ્મુ-કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન નજીક પાકિસ્તાન બોર્ડર પર તહેનાત કરવામાં આવશે. તેનાથી સિસ્ટમની પાસે આ સરહદ પર દુશ્મન તરફથી થતા હવાઇ હુમલાને રોકવાની ક્ષમતા છે અને પગપાળા સેના માટે સુરક્ષા ચક્ર તરીકે કામ કરશે

(9:27 pm IST)