ગુજરાત
News of Friday, 15th March 2019

કોંગ્રેસની આંતરિક લડાઈને કારણે ઊંઝા તાલુકા પંચાયત હવે અપક્ષ સભ્યના હાથમાં :વિપુલ પટેલ પ્રમુખપદે ચૂંટાયા

કોંગ્રેસના રણછોડ ચૌધરીને માત્ર 4 મત મળ્યા :કોંગ્રેસના 7 સભ્યોએ વિપુલ પટેલના સમર્થનમાં

ઊંઝા :કોંગ્રેસની આતંરિક લડાઈ ચરમસીમાએ પહોંચી છે  આતંરિક જૂથવાદના કારણે ઊંઝા તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવી છે. કોંગ્રેસના સભ્યોની આંતરિક લડાઈમાં અપક્ષના સભ્ય ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે 

    ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રસના સભ્યો દ્વારા અપક્ષના સભ્ય વિપુલ પટેલને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણુક માટે ચૂંટણી યોજાઈ હતી તાલુકા પંચાયતમાં 13 સભ્યો કોંગ્રેસના છે, 1 સભ્ય ભાજપનો છે અને 4 સભ્યો અપક્ષના છે. ત્યારે કોંગ્રેસના 7 સભ્યોએ વિપુલ પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના રણછોડ ચૌધરીને માત્ર 4 મત મળતા તેમનો પરાજય થયો હતો.

ઊંઝા તાલુકા પંચાયત પણ ભાજપના હાથમાં જવાની સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા અપક્ષના સભ્ય વિપુલ પટેલે ભાજપના સભ્ય ડૉક્ટર આશા પટેલની મુલાકાત લીધી હતી.

(10:43 pm IST)