ગુજરાત
News of Friday, 15th March 2019

લોકસભા ચૂંટણીમાં સમલૈંગિક ઉમેદવારો આગળ આવે :ચૂંટાઈને સંસદમાં બેસે : માનવેન્દ્રસિંહે ટેકો જાહેર કર્યો

સમલૈંગિક સાંસદ હશે તો પ્રશ્નોતરી વધુ થશે અને મુદ્દો વધુ સારી રીતે રજૂ થઇ શકશે

 

અમદાવાદ :લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ છે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહે ઇચ્છા વ્યક્ત કરી કે વખતની ચૂંટણીમાં સમલૈગિક ઉમેદવારો આગળ આવે અને ચૂંટાઇને સંસદમાં બેશે

  માનવેન્દ્રસિંહે જણાવ્યું કે વખતની લોકસભાની ચૂંટણીમાં સમલૈંગિક ઉમેદવારોને ટેકો જાહેર કરું છું.અને અપીલ કરું છું કે સમલૈંગિકો ખાસ ચૂંટણીમાં ભાગ લે અને સંસદમાં બેશે. તેઓએ કહ્યું કે લોકસભામાં એક બે MP સમલૈંગિક હોવા જોઇએ તેવી મારી અંગત ઇચ્છા છે.

    રાજપીપલાના ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું કે દેશમાં સમલૈંગિકોની સંખ્યા કેટલી છે તે અંગે કોઇ રિપોર્ટ નથી, પરંતુ અંદાજે 5 ટકા જેટલી વસ્તી હોઇ શકે છે. હું એક જાતે ગે હોવાથી મારે મારા મિત્રો ચૂંટણીમાં ઉમેદવારી કરશે તો હું તેને સંપૂર્ણ સપોર્ટ કરીશ. સમલૈંગિકને કેમ સાંસદ બનાવવા ઇચ્છો છો તેવા પ્રશ્નના જવામાં માનવેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતમાં હજુ પણ સમલૈંગિકો પ્રત્યે ભેદભાવની નીતિ પ્રવર્તિ રહી છે. સમલૈંગિક સાંસદ હશે તો પ્રશ્નોતરી વધુ થશે અને મુદ્દો વધુ સારી રીતે રજૂ થઇ શકશે

(12:37 am IST)