ગુજરાત
News of Thursday, 14th March 2019

ઊંઝા APMC ચૂંટણી વિવાદ મામલે હાઇકોર્ટે 15 સહકારી મંડળી મુદ્દે ચુકાદો અનામત રાખ્યો

આગાઉ નારાયણ જૂથ સાથે સંકળાયેલી 16 જેટલી સહકારી મંડળીઓની અરજી ફગાવી હતી.

 

ઊંઝાઃ APMC ચૂંટણી વિવાદ મામલે હાઇકોર્ટની સિંગલ બેન્ચે નારાયણ જૂથની ફગાવેલી 16 જેટલી સહકારી મંડળીઓની અરજી મામલે  હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ડબલ બેંચે પણ 15 સહકારી મંડળીઓ મુદ્દે ચુકાદો યથાવત રાખ્યો છે

   . હાઇકોર્ટની ડબલ બેન્ચના ચુકાદા બાદ નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ આવનારા સમયમાં ચેરમેન નહિ બની શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

    અગાઉ હાઇકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ નારાયણ જૂથ સાથે સંકળાયેલી 16 જેટલી સહકારી મંડળીઓની અરજી ફગાવી હતી. જેમાં હાઇકોર્ટની ડબલ બેંચે 15 સહકારી મંડળીઓની અરજી ફગાવી દીધી હતી. બચેલી 1 સહકારી મંડળી મામલે આગામી 25મી માર્ચમાં રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
   
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 29મી જાન્યુઆરીના રોજ APMCની ચૂંટણીને લઈને પ્રોવિઝનલ યાદી તૈયાર કરવામાં આવી હતી. જેની સામે વાંધો ઉઠાવવામાં આવતા જવાબદાર અધિકારીએ તપાસ કરી એગ્રીકલ્ચર ક્રેડિટ આપતી સહકારી મંડળીઓનાં સભ્યોના નામ રદ કર્યા હતા.

 
જવાબદાર અધિકારીના ઓર્ડરને પડકારવા માટે હાઇકોર્ટમાં સહકરી મંડળીઓ દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી.

(12:16 am IST)