ગુજરાત
News of Thursday, 14th March 2019

આંકલાવના આમરોલમાં મહિલા પોસ્ટ માસ્તરે 56 હજારની ઉચાપત કરતા ગુનો દાખલ

આંકલાવ:તાલુકાના આમરોલ ગામની પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતી સારસાની મહિલાએ ૫૬૬૫૦ની હંગામી તેમજ કાયમી ઉચાપત કરતા આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર આમરોલ પોસ્ટ ઓફિસનું ઓડિટ કરવામાં આવતાં ગત તારીખ ૧-૧-૧૭ થી ૧૧-૪-૧૮ સુધીમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મનીષાબેન ચીમનભાઈ રાવતે ખાતેદારો દ્વારા જમા કરાવવામાં આવેલા રૂપિયા તેમની પાસબુકમાં જમા કર્યા હતા પરંતુ ચોપડે જમા નહીં કરીને ઉચાપત કરી હતી. જેમાં ૩૬,૩૦૦ની કાયમી ઉચાપત અને ૨૦,૩૦૦ની હંગામી ઉચાપત કરી હતી. જે અંગે આણંદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ જયદીપસિંહ પટેલે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. 

 

(5:59 pm IST)