ગુજરાત
News of Thursday, 14th March 2019

જાસપુર- સબાસપુર કેનાલ નજીક ઝાડીઓમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

કલોલ:જાસપુર - સબાસપુર કેનાલ પાસે આવેલી ઝાડીઓ નજીક વિદેશી દારૂનો વેપાર ચાલતો હોવાની બાતમીને આધારે એલસીબીએ દરોડો કરી વિદેશીદારૂની ૧૯૨ બોટલ સહીત ૧.૨૩ લાખનો મુદ્દા માલ કબ્જે લઇ બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે આ કેસમાં બે શખ્સોને વોન્ટેડ બતાવવામાં આવ્યાં છે.

ગાંધીનગર એલસીબી પી.આઇ. નિરજ પટેલની સુચનાથી તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મનુજી, ભૌમિકભાઇ તથા કોન્સ્ટેબલ અનુપસિંહ, હસમુખભાઇ અને દિગ્વીજયસિંહ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે તેમણે બાતમીને આધારે જાસપુરથી સબાસપુર કેનાલ તરફ જતા રોડ ઉપર આવેલી ઝાડીઓમાં દરોડો કર્યો હતો.

(5:52 pm IST)