ગુજરાત
News of Thursday, 14th March 2019

હવે અમદાવાદમાં પણ મોબાઇલ ગેમ PUBG રમવા પર પ્રતિબંધ લદાયો

રાજકોટ, મહિસાગર, અને નવસારી બાદ હવે અમદાવાદમાં પણ PUBG પર પ્રતિબંધ મૂકાયો

 

અમદાવાદ :રાજ્યમાં રાજકોટ નવસારી અને મહિસાગર બાદ અમદાવાદમા પમ પોપ્યુલર મોબાઇલ ગેમ PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ગેમ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદ પોલિસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં PUBG રમનાર પર કાયદેસરની કાર્યવાહી થશે

   પોલિસ કમિશનરે જાહેરનામામાં જણાવ્યુ છે કે અમદાવાદમાં યુવાનોને ગેમની અસરથી દૂર રાખવા માટે PUBG અને MOMO ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે  છે. આજે સવારે મહિસાગર જિલ્લાના કલેક્ટર અને નવસારી જિલ્લાના કલેક્ટરે પણ પરિપત્ર બહાર પાડીને ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો

 

(10:54 pm IST)