નડિયાદમાં ધોળા દિવસે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા ઈસમોએ બેગની ઉઠાંતરી કરી
નડિયાદ: શહેરના એક વિસ્તારમાં પાર્ક કરેલ ગાડીમાંથી કાચ તોળી બેગની ઉઠાંતરીની ધટના સામે આવી છે.ગાડીનો પાછળનો કાચ તોડી અજાણ્યા ઇસમો દ્વારા ગાડીમાંથી બેગ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે.
નડિયાદ શહેરના પીજ રોડ ખાતે રહેતા નીરજ દેવેનભાઇ ગોએલ કામ અર્થે આજે સવારે કોલેજ રોડ પર આવેલ ભગત એન્ડ સોનાવાલા લો કોલેજમાં ગયા હતા.જ્યા તેઓએ પોતાની ગાડી કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરી હતી.અને તેઓ પોતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાને કારણે તેઓ પોતે લો કોલેજમાં કામ અર્થે ગયા હતા.પોતાના માલિકીની ગાડી સેવરોલેટબીટ કોલેજના ગેટ પાસે પાર્ક કરીને ગુરુવારની સવારે કોલેજમાં ગયા હતા.જ્યા પાછા આવતા તેમણે તેમની ગાડીનો પાછળનો કાચ તુટેલો જોયો હતો.ત્યારબાદ તેઓએ ગાડીમાં તપાસ કરતા તેમની ગાડીમાં પાછળની તરફ મુકેલ બેગની ઉઠાંતરી થઇ હોવાનુ માલુમ પડયુ હતુ.