માંગરોળ તાલુકાના કોસંબામાં એટીએમમાં સીસીટીવી પર સ્પ્રે મારી મશીન કાપી ચોરીનો પ્રયાસ થતા અરેરાટી
માંગરોળ: તાલુકાના કોસંબા ગામે આવેલા એસબીઆઈ બેંકના એટીએમ મશીનને ગેસ કટરથી કાપી ચોરીનો પ્રયાસ થયો હતો. ચોરી કરવા આવનાર શખ્સે સીસીટીવી કેમેરા પર કાળા રંગનું સ્પ્રે મારી દેતા ઓળખ થઈ શકે તેમ નથી.
કોસંબા ગામમાં યુનુસ મહમદ ઝુલ્લાની દુકાનમાં એસ.બી.આઈ. બેંકના એટીએમ મશીન મૂકવામાં આવેલુ છે. તા. ૬-૧-૧૯ ની રાત્રિના સમયે અજાણ્યા શખ્સે ગેસકટર વડે એટીએમ મશીન કાપીને તોડફોડ કરી હતી. પરંતુ એટીએમ ન તૂટતા અંદર લોડ કરેલા રૂ. ૧૪ લાખ સલામત હતા. યુનુસભાઈએ એટીએમમાં નાણાં જમા કરતી કંપનીના અધિકારી મુબારક મુસ્તાક પટેલને જાણ કરતા કંપનીના અધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ કરતા એટીએમ ગેસ કટરથી કાપી ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સે રાત્રે બે વાગે એટીએમમાં ઘૂસી કેમેરા પર કાળા રંગનું સ્પ્રે કરી દેતા શખ્સનો ચહેરો દેખાતો નથી. મુબારક પટેલે હેડ ઓફિસ જાણ કરી જરૂરી કાર્યવાહી બાદ બુધવારે કોસંબા પોલીસમાં ચોરીના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.