બોરસદના ઝારોલામાં પિતરાઈ ભત્રીજાએ કાકી પર જાતીય અત્યાચાર ગુજરી ધમકી આપતા પોલીસે ફરિયાદ
બોરસદ: તાલુકાના ઝારોલા ગામે પિતરાઈ ભત્રીજા દ્વારા કાકી ઉપર છેલ્લા છ મહિનાથી ધાકધમકી આપીને અત્યાચાર તેમજ સૃષ્ઠિ વિરૂદ્ઘનું કૃત્ય ગુજારવામા આવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવતાં ભદ્ર સમાજમાં ફીટકારની લાગણી પ્રસરી જવા પામી છે. ભાદરણ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઝારોલા ગામે રહેતી એક ૨૭ વર્ષીય પરિણીતા ઉપર છેલ્લાં ચારેક મહિનાથી તેણીના કાકા સસરાના ૨૫ વર્ષીય છોકરા હાર્દિક દ્વારા બદદાનત રાખવામાં આવતી હતી. ગત જુલાઈ મહિનામાં કાકી ઘરે એકલા હોય હાર્દિક ઘરમાં ઘુસી ગયો હતો અને હથિયાર બતાવીને તારા પતિ તથા બાળકોને મારી નાંખીશ તેવી ધમકી આપીને જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ અવાર-નવાર દિવસે અને રાત્રે જ્યારે પણ એકલતા મળે ત્યારે હાર્દિક ઘરમાં ઘુસી જતો હતો અને પોતાના મોબાઈલમાંથી નગ્ન ફોટા તથા ક્લીપો બતાવીને તેના આધારે કાકી ઉપર અત્યાચાર ગુજારતો હતો અને ક્યારેક તો સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય પણ ગુજારતો હતો. તેણીના ગુપ્ત ભાગે બચકા પણ ભરી લઈને હેવાનીયતભર્યું કૃત્ય કરતો હતો.
હાર્દિકની ધમકીથી વિવશ થઈ ગયેલી કાકી છેલ્લા ચારેક મહિનાથી તેનો અત્યાચાર સહન કરતી હતી જેને લઈને તે માનસિક રીતે પડી ભાંગી હતી. આખરે તેણીના પતિને સમગ્ર ઘટનાની જાણ થતાં જ પરિણીતાએ તમામ હકીકત જણાવી હતી અને ભાદરણ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.