ગુજરાત
News of Thursday, 8th November 2018

કઠલાલના ભાનેરમાં દરોડા પાડવા ગયેલ પોલીસ પર બુટલેગરનો હુમલો

કઠલાલ: તાલુકાના ભાનેર ગામે દારૂની રેઈડ કરવા ગયેલ પોલીસને બુટલેગરે ફેટ પકડી ધોલાઈ કરી હતી. કઠલાલ પોલીસે બે આરોપી પૈકી એક ઈસમને ઝડપી પાડી જેલના સળીયા પાછળ મોકલી આપ્યો હતો. 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ પોલીસને ભાનેર ગામે ગોપાલ બચુભાઈ તળપદા વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ રેઈડ પાડવા ગઈ હતી ત્યારે ઘરમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરતા ગોપાલનો ભાઈ કિશન બચુભાઈ તળપદા પોલીસને ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને હેડ કોન્સ્ટેબલ મોતીભાઈ ઉદાભાઈની ફેંટ પકડી ખાખી ગણવેશના બટન તોડી ધક્કો મારી પાડી દીધા હતા. 

આ બનાવ અંગે કઠલાલ પોલીસે કિશન બચુભાઈ તળપદા અને ગોપાલ બચુભાઈ તળપદા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કિશન તળપદાને ઝડપી પાડી જેલ હવાલે કયો હતો જ્યારે ગોપાલને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

(8:27 pm IST)