સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પેથોલોજી વિભાગમાં આગ ભભુકતા અફડાતફડી
સુરત:સ્મીમેર હોસ્પિટલમાં આવેલી બ્લ્ડ બેંન્કના એરીયામાં આવેલી પેથોલાજી વિભાગમાં આજે સવારે આગ ફાટી નીકળતા ત્યાં અફડાતફડી મચી ગઇ હતી. આગના લીધે ફ્રિજમાં મુકેલા દર્દીના સેમ્પલ બળી ગયા હતા.
ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બ્લડ બેંન્કના એરીયામાં આવેલી પેથોલોજી વિભાગમાં ઓ.પી.ડી ઇન્ચાજ રૂમમાં રાખેલ ફિઝમા આગ ભભુકી ઉઠી હતી. જેથી ત્યાં ભાગ દોડ થઇ હતી. જોત જોતામાં આગ ફેલાતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા અફડા તફડી મચી ગઇ હતી.
આ અંગે કોલ મળતા ફાયર ઓફિસર કિષ્ણા મોઢને જાણ થતા લાશ્કરો સાથે પહોંચીને બારીના કાચ થોડીને ધુમાડો બહાર કાઢી અંદર ફેલાતો અટકાવ્યો હતો. તેમજ સતત પાણીનો છંટકાવ કરીને એક કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.