ગુજરાત
News of Thursday, 8th November 2018

વડોદરા: કંપનીના અધિકારીના મકાનમાં તસ્કરોએ 62 હજારની મતાનો હાથફેરો કર્યો: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

વડોદરા:પરિવાર સાથે પ્રવાસમાં ગયેલા ખાનગી કંપનીમાં અધિકારીના મકાનની કમ્પાઉન્ડ વોલની દિવાલ પરથી ગેલેરીમાં જઈને  મકાનમાં ઘુસેલા ચાર તસ્કરો દરવાજો તોડી દાગીના અને રોકડ સહિત ૬૨ હજારની મતાની ચોરી કરી ગયા હતા.

માંજલપુર વિસ્તારની અમીનપાર્ક સોસાયટીમાં રહેતા મનોજ અભીરામ મિશ્રા આણંદની અનુમપ કેઈન કંપનીમાં આસી.જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેને ગત ૩જી તારીખથી પરિવાર સાથે પ્રવાસમાં જતા અને તેમના વૃધ્ધ પિતા ઘરમાં એકલા હોઈ પિતાની દેખરેખ માટે ગાજીયાબાદમાં રહેતા તેમના ભાભી મીનાબેન લેટબલદેવ મિશ્રાને અત્રે આવ્યા છે.

ગઈ કાલે સવારે મીનાબેન ગેલેરીમાં પાણીની મોટર ચાલુ કરવા જતા તેમને ગેલેરીમાં કપડા સુકવવાનો તાર તૂટેલો નજરે ચઢતા તેમણે મકાનના પહેલા માળે જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન પહેલામાળે બેડરૃમમાં ચોરીની જાણ થતાં તેમણે તુરંત ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ જોયા હતા જેમાં તેમને જાણ થઈ હતી કે રાત્રે અઢી વાગે ચાર અજાણ્યા માણસો મકાના બહારના ભાગેથી મકાનમાં આવ્યા બાદ તેઓ કમ્પાઉન્ડ વોલની દિવાલનો સહારો લઈને મકાનના પહેલા માળે ગેલેરીમાં ગયા હતા. તેઓએ ગેલેરીનો દરવાજો તોડી નાખી મકાનમાં પ્રવેશ કરીને બેડરૃમની કબાટમાંથી સોનાની બે ચેન. વીંટી,ચાંદીના સિક્કા અને રોકડ સહિત ૬૨ હજારની મતાની ચોરી કરી હતી. આ બનાવની તેમણે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાન ફુટેડજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. 

(6:36 pm IST)