ગુજરાત
News of Thursday, 8th November 2018

વડોદરા રેલવે પોલીસે મુસાફરીના સમયે ચોરી થયેલ 12.44 લાખના મોબાઈલ શોધી કાઢી માલિકોને પરત કર્યા

વડોદરા:ટ્રેનોમાં મુસાફરી દરમિયાન ચોરી અથવા ગુમ થયેલા રૃા.૧૨.૪૪ લાખ કિંમતના૧૦૫ મોબાઇલફોન રેલવે પોલીસે શોધી કાઢી તેઓના માલિકોને સુપરત કર્યા હતાં. ચોરીના મોબાઇલ એક્ટીવ થતાની સાથેજ પોલીસે તુરંતજ તેનું લોકેશન મેળવી  મોબાઇલ કબજે કરતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

ટ્રેનમાં અથવા રેલવે સ્ટેશનના મુસાફરખાનામાં મોબાઇલ ફોન અથવા અન્ય કિંમતી સામાન મુકેલ લેડીસ પર્સની ચોરી, ગુમ  તેમજ ભુલી જવાના બનાવો બન્યા હતાં. આ ગુનાઓને શોધી કાઢવા માટે રેલવેના એસપી કે.એન.ડામોર  દ્વારા સૂચના આપવામાં આવતા એલસીબી દ્વારા સાત  ટીમો બનાવી તપાસ શરૃ કરવામાં આવી હતી.

(5:18 pm IST)