ગુજરાત
News of Thursday, 8th November 2018

સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનો ભંગ : રાજ્યમાં રાત્રે 10 વાગ્યા પછી પણ ફૂટયા ફટાકડા

અમદાવાદ રાજ્યનું સૌથી સૌથી પ્રદુષિત શહેર:પ્રદુષણનો ઈન્ડેક્સ 200ને પાર પહોંચ્યો

અમદાવાદઃ દિવાળી પહેલા હવાનું પ્રદુષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટે દિવાળીના દિવસે રાત્રે 8થી 10 કલાક સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી હતી. પરંતુ રાજ્યભરમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો લોકો દ્વારા ભંગ કરવામાં આવ્યો છે

   . રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, સહિતના શહેરોમાં લોકોએ રાત્રે 10 કલાક પછી પણ ફટાકડા ફોડ્યા હતા.આ સાથે અમદાવાદના પ્રદુષણમાં ખૂબ વધારો થયો છે. અમદાવાદ રાજ્યનું સૌથી સૌથી પ્રદુષિત શહેર  બની ગયું છે. શહેરમાં પ્રદુષણનો ઈન્ડેક્સ 200ને પાર પહોંચી ગયો છે.

(11:08 pm IST)