ગુજરાત
News of Thursday, 14th June 2018

વિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી

 

અમદાવાદ ;વિદ્યાર્થીઓને કોઈપણ કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી થશે. અંગે રાજ્ય બાળ અધિકાર આયોગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે બાદ ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન કાઉન્સીલ પોલીસમાં કાર્યવાહી  કરી રહી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9 શાળાઓએ કોઇપણ કારણ વિના લિવિંગ સર્ટીફિકેટ આપી દીધા હતા.એલસી આપનાર શાળાના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ થશે. અમદાવાદ, સુરત અને વડોદરાની સ્કૂલો સામે સમગ્ર મામલે કાર્યવાહી થશે. જેમાં અમદાવાદની આર.પી. વસાણી અને DPS સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.તો અમદાવાદની ડીવાઈન લાઈફ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.
 
ઉપરાંત વડોદરાની તેજશ વિદ્યાલય તેમજ સુરતની પણ 4 સ્કૂલો એલ.પી સવાણી. રેડીયન્ટ ઈન્ટરનેશનલ, તેમજ સુરતની DPS અને એસ્સાર ઈન્ટરનેશનલ સામે પણ કાર્યવાહી થશે. તમામ સ્કુલો સામે જુવેનિઅલ જસ્ટીસ એક્ટની કલમ 75 મુજબ કાર્યવાહી કરાશે

(4:38 pm IST)