ગુજરાત
News of Thursday, 14th June 2018

જીજ્ઞેશ મેવાણી કચ્છમાંથી લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળો

રાષ્ટ્રીય એકતા મંચની રચના અને કચ્છના પ્રશ્નોમાં જાગૃતિ દાખવાને પગલે નવી ચર્ચાએ જોર પકડ્યું

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છની મુલાકાતે આવ્યા હતા.જીગ્નેશ મેવાણી 2019 લોકસભા ચુંટણી કચ્છ માંથી લડે તેવી અટકળો શરૂ થઇ છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાષ્ટ્રીય એકતા મંચ રચના કરી હતી. જેમાં કચ્છના લોકોની સમસ્યા અને પ્રશ્નો સાંભળ્યા હતા.કચ્છના પ્રશ્નોમાં જીજ્ઞેશ મેવાણીની જાગૃતિ દાખવાતા આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે 

વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સતત કચ્છ મુલાકાત કરી રહ્યા છે. કચ્છના સળગતા પ્રશ્નો ઉઠાવી સરકાર નાક દબાવી રહ્યા છે.

   આજે જીગ્નેશ મેવાણી ભીમાસર ગામની મુલાકાત લીધી હતી. ભીમાસર ગામમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અપમાનિત કરવાની ઘટનામાં યોગ્ય તપાસની માંગ કરી છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં 111 બાળકોના મોત મામલે જીગ્નેશ મેવાણીએ સરકાર પર ગંભીર આરોપ મુક્યો હતો. બાળકોના મોત મામલે સરકાર તપાસ નામે નાટક કરી રહી છે તેવું મેવાણીએ જણાવ્યું હતું.    ગોરખપુર જેવી બાળકના મોતની ઘટના કચ્છમાં બહાર આવી છે. તેમછતાં સરકારએ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરી નથી. બાળકના મોત મામલે યોગ્ય અને તટસ્થ તપાસની જીગ્નેશ મેવાણી માંગ કરી છે.

(7:38 pm IST)