ગુજરાત
News of Monday, 4th June 2018

ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં કોલસાની તીવ્ર અછત:વીજળીની તંગી સર્જાવાની ભીતિ

 

વડોદરા: ગુજરાતના થર્મલ પાવર પ્લાન્ટોમાં હાલ કોલસાની તીવ્ર અછત ઉભી થઈ છેજેના કારણે પાવર પ્લાન્ટોની કામગીરી બંધ કરવી પડે તેવી સંભાવના છે આ અંગે જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો રાજ્યમાં વીજળીની તંગી ઊભી થઈ શકે છે.તેમ GSECLના એક અધિકારીએ જણાવ્યું હતું.

  રાજ્ય સરકારે વીજળીની તંગીને ટાળવા માટે ગાંધીનગર, ઉકાઈ અને વણાકબોરી ખાતેના પ્લાન્ટોને પૂરતો કોલસો મળે એ માટે રેલવે અને વીજ મંત્રાલય સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

  આ પાવર પ્લાન્ટો 4000 મેગાવોટની તેમની સ્થાપિત ક્ષમતા સાથે સરેરાશ 3000 મેગાવોટ જેટલી વીજળી પેદા કરે છે. વધુમાં સૌરાષ્ટ્રમાં સિક્કા ખાતેના પાવર પ્લાન્ટ બીજી 500 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. આ બધા પ્લાન્ટો કોલસાની આયાત કરે છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.

  ગુજરાતમાં થર્મલ પાવર પ્લાન્ટો કોલસાની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યાં છે અને એક કરતા ઓછા દિવસના સ્ટોક પર ચાલી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર જો સપ્લાઈમાં વિક્ષેપ પડશે તો, તેનાથી સંખ્યાબંધ પ્લાન્ટો બંધ થઈ જશે, અને રાજ્યામાં વીજળીની તંગી ઉભી થશે

 . ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન (GSECL)એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પેટા કંપની છે. અને તે આ સ્ટેશનોમાં વીજ ઉત્પાદન પર દેખરેખ રાખે છે.

(11:47 pm IST)