ગુજરાત
News of Monday, 4th June 2018

તમામ નપા-મનપામાં આજે વિશેષ કાર્યક્રમો

પર્યાવરણ અભિયાન સપ્તાહ રહેશે

અમદાવાદ,તા.૪: યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઈ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે તા. ૫ જૂનથી એક સપ્તાહ માટે રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંચય માટેના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમગ્ર માસ દરમિયાન રાજ્યના લોકોનો અપ્રતિમ સહયોગના પરિણામે આ જળ અભિયાનને સફળતા પ્રાપ્ત થઈ છે. જળ સંચય બાદ રાજ્ય સરકારે પ્લાસ્ટિક કચરો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં રાજ્યના તમામ મહાનગરો, નગરો-શહેરો, તાલુકા મથકો, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આઉટગ્રોથના વિસ્તારો નદી-નાળા, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.

(10:19 pm IST)