ગુજરાત
News of Monday, 4th June 2018

ફેસબુક પર મિત્રતા કેળવી મહિલા પાસે નાણાં માંગી બ્લેક્મેલની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા: ફેસબુક પર આવેલી ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બેંક અધિકારીની પત્ની પાસે મિત્રતા કેળવી મદદના બહાને રૃપિયા પડાવ્યા બાદ વધુ રૃપિયાની માંગણી નહી સંતોષાતા ગોરખપુરના યુવાને બેંક અધિકારીની પત્નીને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપતા આ અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બેંક અધિકારીની ૩૬ વર્ષની પત્નીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે બે વર્ષ પહેલા સોનું બાબુ નામથી એક ફ્રેન્ડ રીક્વેસ્ટ ફેસબુક પર આવતા સ્વીકારી હતી બાદમાં મેસેન્જર પર સંદેશાઓની આપ-લે થતી હતી અને ત્યાર પછી મોબાઇલફોન નંબર એકબીજાના લીધા હતાં. મોબાઇલ નંબર મળ્યા બાદ બંને પર્સનલ ફોટા તેમજ ઓડીયો વિડિઓ પણ એકબીજાને શેર કરતા હતાં. થોડા સમય બાદ સોનું બાબુ નામના શખ્સે પોતાનું નામ મધુસુદન ઉપાધ્યાય તેમજ ગોરખપુરમાં રહેતો હોવાનું જણાવ્યુ હતું. બંને વચ્ચે મિત્રતા થઇ હોવાથી મધુસુદને પોતાને રૃપિયાની જરૃર હોવાની વાત કરતા બેંક અધિકારીની પત્નીએ હા પાડી હતી અને બાદમાં મધુસુદને પોતાનો તેમજ તેની માતાના બેંક એકાઉન્ટને લગતી વિગતો મોકલતા પાંચ-છ વખત નાણાં મોકલ્યા હતાં.
 

(5:27 pm IST)