ગુજરાત
News of Monday, 4th June 2018

વલસાડના નાના તાઇવાડમાં જુગાર રમતા 10 જુગારીઓની બાતમીના આધારે 14 હજારની રોકડ સાથે ધરપકડ

વલસાડ:ના નાના તાઇવાડ નજીક એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે સિટી પોલીસે દરોડો પાડી ૧૦ જુગારિયાઓને રોકડા રૃ.૧૪ હજાર સાથે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નાના તાઇવાડ રોડ નજીક ગંગોત્રી એપાર્ટમેન્ટના પહેલા માળે એક ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે સિટી પોલીસની ટીમે ત્યાં દરોડો પાડી ૧૦ જુગારિયાઓને પૈસા પાનાનો જુગાર રમતા રંહેહાથ ઝડપી લીધી હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રુ. ૧૪ હજાર અને પાનાની કેટ કબ્જે લીધી હતી. તમામ વિરુદ્ધ પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી અટક કરી હતી.
 

(5:26 pm IST)