ગુજરાત
News of Monday, 4th June 2018

વડોદરાના ગોત્રી વિસ્તારમાં બિલ્ડરે પાર્ટનર પાસેથી લીધેલ નાણાં ઉપર વધુ ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

 વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડરે તેના પાર્ટનર પાસેથી ઉધાર લીધેલા ૨૦ લાખ રૃપિયા સામે ૩૭ લાખ આપવા છતાં પાર્ટનરે તેની પાસે વધુ ૨૦ લાખની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગેની જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગોત્રી વિસ્તારમાં શિવ ટેનામેન્ટમાં રહેતાં બિલ્ડર ગૈાતમભાઈ મહેશભાઈ કંદોઈએ ફેતપુરા લાલઅખાડા વિસ્તારના રહીશ અને હાલમાં ડ્રીમ આઈકોનિયા,માંજલપુરમાં રહેતા માથાભારે ઘનશ્યામ પ્રભાકર ફુલબાજે સહિત અન્ય ત્રણ પાર્ટનરો સાથે મળીને કાલુપુરા બ્રાહ્મણફળિયામાં આવેલું જુનુ મકાન ખરીદી ત્યાં સાઈનાથ કોમ્પ્લેક્સ બનાવ્યું હતું અને ત્યારથી ગૈાતમભાઈને ઘનશ્યામ સાથે ધંધાકીય વ્યવહાર શરૃ થયા હતા.

આજથી બે વર્ષ અગાઉ તેમણે ઘનશ્યામ પાસેથી ટુકડે-ટુકડે ૨૦ લાખ ઉધાર લીધા હતા અને તેની સામે ૧૦-૧૦ લાખના અલગ અલગ બેંકના બે ચેક આપ્યા હતા. તેમણે એક વર્ષમાં  ઘનશ્યામના સમયાતંરે કુલ ૨૦ લાખ પાછા આપ્યા હતા અને તેના ઉઘાર લીધેલા નાણાંથી ધંધામાં ફાયદો થતાં તેને વધુ ૧૭ લાખ રૃપિયા પણ ટુકડે-ટુકડે આપ્યા હતા.

(5:26 pm IST)