ગુજરાત
News of Monday, 4th June 2018

પાલનપુર-ડીસા હાઇવે પર હોટલ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા એક મોતને ભેટ્યો

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે ઉપર આવેલી એક હોટલ ઉપર બપોરના સમયે બે થી ત્રણ ગાડીમાં આવેલા ચાર જેટલા શખ્સોએ જમવા બેઠેલા બે શખ્સો ઉપર ફાયરીંગ કરી એકનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ હતી. જોકે ફાયરીંગમાં અન્ય એક ઘાયલ થતાં તેને સારવાર માટે પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ફાયરીંગની ઘટનાને લઈ ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વધવા સાથે પાલનપુરની નજીક આવેલી રામઝુંપડી રેસ્ટોરન્ટમાં રવિવારે જમવા બેઠેલા ઈસમો વચ્ચે કહેવાતી અંગત અદાવત બાબતે ચકમક થયા બાદ બે થી ત્રણ વાહનોમાં ચાર ઈસમો આવી અંધાધૂંધ ફાયરીંગ કરી લશ્કર મીર નામના શખ્સનું ઢીમ ઢાળી દીધું હતું. જ્યારે અન્ય એક ઈસમ ફાયરીંગમાં ઘાયલ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જોકે ફાયરીંગ કરી અજાણ્યા  ઈસમો ફરાર થઈ ગયા હતા. ફાયરીંગની ઘટના બાદ ઘટનાસ્થળે પોલીસ કાફલો આવી સમગ્ર ઘટનાની તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. ફાયરીંગની ઘટનાને લઈ અનેક સવાલ ઉભા થયા છે. ઘટનાનું સાચું કારણ  આરોપીઓની અટકાયત બાદ બહાર આવશે પોલીસે હાલમાં અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(5:25 pm IST)