ગુજરાત
News of Monday, 4th June 2018

વિવિધ બેન્કો અને લોકોને ભદ્રેશ મહેતા એન્ડ કંપનીએ કરોડોનો ચુનો લગાડયાનું ખુલતા સીબીઆઇને જાણ કરાઇ

સીઆઇડી વડા આશિષ ભાટીયા ટીમને તપાસમાં છેતરપીંડીનો આંક પ્રાથમિક તબક્કે એક અબજને આંબી ગયો

રાજકોટ, તા., ૪: વિવિધ બેન્કો તથા લોકોને કરોડોનો ચુનો લગાવી નાસતાં ફરતા મુંબઇના ભદ્રેશ વસંતભાઇ મહેતા એન્ડ કાું.ને સીઆઇડી વડા આશિષ ભાટીયાએ એટીએસની મદદથી ઝડપી લઇ સીઆઇડી સમક્ષ હાજર થતાં જ સીઆઇડીના ડીજીપી કક્ષાના વડા દ્વારા જાતે જ પ્રાથમીક પુછપરછ આદરતાં ભદ્રેશ મહેતા એન્ડ કાંુ.એ વિવિધ બેન્કો અને લોકો સાથે કરેલ છેતરપીંડીનો આંક એક અજબથી વધુ હોવાનું સીઆઇડી સુત્રો જણાવે છ. અ-ધ-ધ રકમોનું બેન્ક સાથે કૌભાંડ થયાનું જાણવા મળતાં જ સીઆઇડી વડા આશિષ ભાટીયાએ સીબીઆઇનું પણ ધ્યાન દોર્યાનું સીઆઇડી વર્તુળો જણાવે છે.

સુત્રોના કથન મુજબ મુંબઇના લોરલ પરેલ ખાતે આવેલ કંપની ભદ્રેશ એગ્રો વીન્ચર લી. કંપની વિરૂધ્ધ સીઆઇડીમાં ફરીયાદ થતા જ સીઆઇડી વડાના આદેશથી ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ.

આરોપીઓએ પ્રથમથી જ ગુન્હાહીત કાવત્રુ રચી છેતરપીંડી કરી હોવાનો ગંભીર પ્રકારનો આરોપ હોય પ્રાથમિક તપાસ બાદ  ડીમ્પલ શાહ, અમદાવાદ, સંતોષભાઇ ચૌહાણ, અમદાવાદ, જીગરભાઇ, અમદાવાદ, સોમાભાઇ મીણા, અમદાવાદ, વાઇસ પ્રેસીડેન્ટ સત્યમ ખરા, મુંબઇ, ભદ્રેશ વસંતભાઇ મહેતા, મુંબઇ, પાર્થ મહેતા, મુંબઇ, ડી.કે.ગુપ્તા, મુંબઇ મેનેજર બેન્ક ઓફ ઇન્ડીયા, ભાનુપ્રસાદ, અમદાવાદ યુનીયન બેંક ઓફ ઇન્ડીયા તથા અમદાવાદના જ મહેન્દ્રભાઇ ડી. શાહ, યુનીયન બેંક અમદાવાદ, સામે અલ્પેશભાઇ અમીને ફરીયાદ આપેલ.

(4:20 pm IST)